નવી દિલ્હી: સાંભળવામાં કદાચ તમને સપના જેવું લાગે પરંતુ આ સાચુ છે. દુનિયામાં એક દેશ એવો પણ છે જે અઠવાડિયામાં ફક્ત ચાર દિવસ કામ કરવાની ઈચ્છા ધરાવે છે. આ દેશની સરકાર તેમના નાગરિકોને ત્રણ દિવસ આરામ આપવાનું વિચારી રહી છે. અહીં વાત થઈ રહી છે ફિનલેન્ડ (Finland) ની. દુનિયાના સૌથી યુવા વડાપ્રધાન એવા સના મારિને અઠવાડિયામાં ચાર દિવસ અને 6 કલાક કામ કરવાનો પ્રસ્તાવ કેબિનેટની પહેલી બેઠકમાં રજુ  કર્યો છે. જો બધુ પાર ઉતરશે તો ફિનલેન્ડ દુનિયાનો એવો દેશ બનશે જ્યાં માત્ર ચાર જ દિવસ નોકરીએ જવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો કેમ... આ છે દુનિયાનો સૌથી સુખી દેશ


ફિનલેન્ડના વડાપ્રધાન સના મારિન (sanna marin) નું કહેવું છે કે સરકાર ઈચ્છે છે કે ત્યાંના નાગરિકો કામકાજ ઉપરાંત પોતાના પરિવાર અને પ્રિયજનો સાથે વધુ સમય પસાર કરશે. સરકારનું માનવું છે કે જો લોકો પરિવાર સાથે વધુ સમય વીતાવશે તો દેશની ઉત્પાદન ક્ષમતા પણ વધશે. મારિને પાડોશી દેશ સ્વીડનનો હવાલો આપતા કહ્યું કે ત્યાં 2015માં અઠવાડિયામાં 6 કલાક કામ કરવાના નિર્ણયથી ક્રાંતિકારી ફેરફાર આવ્યો છે. તેમનું માનવું છે કે કોઈ પણ માણસે એક અઠવાડિયામાં ફક્ત 24 કલાક જ કામ કરવું જોઈએ અને વધુમાં વધુ સમય પરિવારને આપવો જોઈએ. 


શુદ્ધ હવા શ્વાસમાં ભરવા પહોંચી જાવ દુનિયાના આ દેશમાં, પોલ્યુશનનું નામોનિશાન નથી


ચીની અબજપતિ જેક મા પણ કરી ચૂક્યા છે ચાર દિવસ કામની વકીલાત
આ અગાઉ ચીનના સૌથી અમીર વ્યક્તિ અને અલીબાબા કંપનીના માલિક જેક માએ 2017માં કહ્યું હતું કે અઠવાડિયામાં ચાર દિવસ જ કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે આગામી 30 વર્ષ બાદ લોકો અઠવાડિયામાં ફક્ત ચાર દિવસ જ કામ કરશે અને 3 દિવસ આરામ કરશે. જેક માનો તર્ક એ છે કે દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુચારું રીતે કામ કરે તો લોકો પર કામ કરવાનું ભારણ ઓછું થશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube